Mehsana: વિજાપુરના લાડોલમાં બેફામ ડમ્પરે S.T. બસને ટક્કર મારી, 11 મુસાફરો ઘાયલ

સોર્સ : gstv
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ખાતે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કલોલથી હિંમતનગર જતી એક એસ.ટી. બસને રોંગ સાઈડથી આવતા બેફામ ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બસનો ડ્રાઈવર સાઈડનો ભાગ આખો તૂટી ગયો, જ્યારે ડમ્પર પલટી મારી ગયું.
આ અકસ્માતમાં બસ ચાલક સહિત 11 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

