VIDEO: મહેસાણા દૂધસાગર ડેરીની ૬૬મી સાધારણ સભા...પ્રથમવાર ૪૫૫ કરોડનો જંગી નફો જાહેર
સોર્સ : gstv
મહેસાણાની દૂધસાગર ડેરીની ૬૬મી સાધારણ સભામાં ડેરીએ ૯હજાર ૪૩ કરોડનું માતબર ટર્નઓવર અને પ્રથમવાર ૪૫૫ કરોડનો જંગી નફો જાહેર કર્યો છે. સભામાં સૌથી વધુ દૂધ ભરાવતી મંડળીઓ અને ઉત્સાહી પશુપાલકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દૂધની આવકમાં અઢી લાખ લીટરનો વધારો નોંધાયો છે અને આગામી શિયાળા સુધીમાં દૈનિક ૫૦ લાખ લીટર દૂધની આવકનો લક્ષ્યાંક રખાયો છે. પશુપાલકોના હિતમાં દૂધના ફેટ અને નફાનો ભાવ ૯૮૨ રૂપિયાથી વધારીને એક હજાર ત્રણ રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડેરી દ્વારા પશુપાલકો પાસેથી છાણ ખરીદીને તેમાંથી ગેસ અને ખાતર બનાવવા માટે ખેરાલુ, મહેસાણા અને પાટણમાં વિશેષ પ્લાન્ટ સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

