VIDEO: મહેસાણા જિલ્લામાં ખાનગી શાળાઓ છોડી 1,181થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં મેળવ્યું રી એડમિશન
મહેસાણા જિલ્લામાં સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે, જેના પરિણામે ચાલુ વર્ષે ખાનગી શાળાઓની મોંઘી ફી છોડીને 1,181થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં રી-એડમિશન મેળવ્યું છે. 'પીએમ શ્રી' યોજના હેઠળ બનેલી આધુનિક શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્માર્ટ ક્લાસરૂમ્સ અને ઉત્તમ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ અંગે માહિતી આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદી અને પ્રિન્સિપાલ દર્શના સુતરીયાએ જણાવ્યું હતું કે શાળાઓમાં હવે આર્ટ્સ, સ્પોર્ટ્સ તેમજ એઆઈ અને કોડિંગ જેવી આધુનિક તકનીકોની મફત વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ તમામ આધુનિક સુવિધાઓ, પૌષ્ટિક આહાર અને ડિજિટલ શિક્ષણ મળવાના કારણે હવે વાલીઓ હરખભેર પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડીને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે, જે શિક્ષણ ક્ષેત્રે એક સરાહનીય પરિવર્તન દર્શાવે છે.

