VIDEO: મહેસાણામાં સફાઈ કામદાર સાથે મારપીટ અને જાતિવિષયક અપશબ્દો બોલવા મામલે ફરિયાદ નોંધાઈ
સોર્સ : gstv
મહેસાણામાં સફાઈ કામદાર સાથે મારપીટ કરી જાતિવિષયક અપશબ્દો બોલવા મામલે સીધુ રાની નામની મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત મુજબ, મોઢેરા ચોકડી પાસે શાકભાજીની લારીઓ નજીક રોજ મુજબ સફાઈ કરતા રાકેશવાઘેલા પાસે આવીને મહિલાએ છેડતીના આક્ષેપો કર્યા હતા. તેમણે પોતાનું નામ અને જાતિ બતાવતા જ મહિલાએ મનફાવે તેમ ગાળો બોલી, જાતિવાચક શબ્દો કહ્યા હતા અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આ ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સમાજના આગેવાનો સાથે મળીને મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

