VIDEO: મહેસાણા: ગાયને રાષ્ટ્રીય માતા બનાવવા રેલી યોજાઈ
સોર્સ : gstv
ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મહેસાણામાં મોટી રેલી યોજાઈ હતી. સંતો, મહંતો અને હિંદુ અગ્રણીઓના નેતૃત્વમાં આ રેલી ગણપતિ મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી નીકળી હતી. રેલીમાં ભાગ લેનારાઓએ ગાય માતા, રાષ્ટ્ર માતા, ગૌ હત્યા બંધ કરો જેવા સૂત્રોના ઉદ્ઘોષ સાથે માર્ગ પર ચાલીને જાગૃતિ ફેલાવી હતી. રેલીના અંતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતાનું સન્માન આપવા અને ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

