Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Illegal storage of government food grains exposed in Kadi APMC

કડી APMCમાં સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહનો પર્દાફાશ, દુકાન માલિક સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
કડી APMCમાં સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહનો પર્દાફાશ, દુકાન માલિક સામે ફરિયાદ
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી APMCમાં સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહનો પર્દાફાશ થયો છે. રાહતદરે વિતરણ થતા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે.

App Store

બાતમીના આધારે APMC માં આવેલી દુકાન નંબર 15 અને 17 પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, દુકાન માલિક દ્વારા ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલો અને સંગ્રહ કરવામાં આવેલો સરકારી અનાજનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેમાં 18,460 કિલો ચોખા, 1,414 કિલો છૂટક ઘઉં-ચોખા, 13,375 કિલો ઘઉં સાથે આઈશર ગાડી અને ટેમ્પો કબ્જે કર્યા છે. 

આ ગેરકાયદેસર સંગ્રહ અને કાળા બજારના મામલે કડી મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુકાન માલિક સોલંકી જેઠુભા દીપસિંહ સામે સરકારી અનાજ ગેરકાયદેસર રીતે મેળવીને દુકાનમાં રાખવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સરકારી અનાજનો જથ્થો જરૂરિયાતમંદો સુધી પહોંચવાને બદલે બારોબાર APMC ની દુકાનોમાં સંગ્રહ થતો હોવાનો આ પર્દાફાશ દર્શાવે છે કે રાહતદરના અનાજના કાળા બજારનું નેટવર્ક હજી પણ સક્રિય છે, જેને તોડી પાડવા માટે તંત્રએ વધુ કડક પગલાં લેવા જરૂરી છે.