VIDEO: યાત્રાધામ બહુચરાજીમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર
સોર્સ : gstv
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી માઈભક્તો સંઘ અને ધજાઓ સાથે માતાજીના દર્શન માટે પહોંચી રહ્યા છે. ભક્તો દ્વારા માતાજીને સાડી, ચુંદડી અને પ્રસાદ અર્પણ કરી આશીર્વાદ મેળવવામાં આવી રહ્યા છે. દર્શનાર્થીઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંડપ અને ઠંડા પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ પણ ખડે પગે છે. અસંખ્ય શ્રદ્ધાળુઓ પોતાની બાધા પૂરી કરવા માટે ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક અહીં દર્શનાર્થે આવે છે.

