VIDEO: યાત્રાધામ વીરપુર CHCમાં બાળરોગ નિષ્ણાતની અછતથી હાલાકી
સોર્સ : gstv
યાત્રાધામ વીરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોની સારવારને લઈને મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી છે. અગાઉ CHC ખાતે બાળરોગ નિષ્ણાતની સેવા ઉપલબ્ધ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નિષ્ણાત તબીબ ન હોવાથી ખાસ કરીને ગરીબ અને મજૂર પરિવારના બાળકોને સારવાર માટે અન્ય સ્થળે જવાની ફરજ પડતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં નિષ્ણાત તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સરકાર દ્વારા મુખ્યમંત્રી સેતુ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે વીરપુરમાં આ યોજના હેઠળ બાળરોગ નિષ્ણાતની સેવા ફરી નિયમિત કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

