VIDEO: ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો શ્રીકૃષ્ણ જન્મોત્સવ
સોર્સ : gstv
શક્તિ, ભક્તિ અને આસ્થાના સંગમ સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે જન્માષ્ટમી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ અંબાજી મંદિરમાં જન્માષ્ટમી અને શિવરાત્રીના દિવસે રાત્રે ૧૨ વાગ્યે વિશેષ આરતી થાય છે. પૌરાણિક માન્યતા મુજબ દ્વાપર યુગમાં નંદ અને યશોદાજીએ ભગવાન કૃષ્ણની બાબરી મુંડન વિધિ અહીં કરાવી હોવાનો ઉલ્લેખ છે. રાત્રે બાર વાગતાની સાથે જ ભક્તોએ 'બોલ મારી અંબે જય જય અંબે' અને 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી' ના નારા લગાવ્યા હતા. ભક્તોને માખણ અને પંજરીનો પ્રસાદ વિતરિત કરાયો હતો, જેનાથી આખું અંબાજી ધામ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું હતું અને ભક્તો દિવ્ય આનંદમાં લીન થયા હતા.

