VIDEO: NEWS AFTERNOON / પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની આશંકા, અમેરિકાએ ઈરાની ટાપુ પર હુમલો કર્યો, ગુજરાતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા
અમેરિકાએ ઈરાની ટાપુ પર હુમલો કર્યો
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ ઈરાનના લારાક ટાપુ પર મોટો હુમલો કર્યો છે. જેના વળતા જવાબમાં ઈરાને પણ જોર્ડન સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરતાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની આશંકા
અમેરિકા-ઈરાન ઘર્ષણ અને હોર્મુઝની ખાડીમાં નાકાબંધીને કારણે ભારત માટે ક્રૂડ ઓઈલની આયાત મોંઘી બની છે. આયાત ખર્ચ વધતાં આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધવાની પ્રબળ આશંકા છે.
કર્ણાટક મંત્રીના નિવેદન પર વિવાદ
કર્ણાટકના ઉચ્ચ શિક્ષણ મંત્રી બસવરાજ રાયારેડ્ડીએ ઇસ્લામને તમામ ધર્મો કરતા શ્રેષ્ઠ ગણાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપે આ નિવેદનની આકરી નિંદા કરી મંત્રીના રાજીનામા અને માફીની માંગ ઉઠાવી છે.
'જેન-ઝીને સજા તો દૂર, ધમકાવી પણ ન શકો'
વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. જસ્ટિસ ઉજ્જલ ભુયાને જણાવ્યું કે સવાલો પૂછવા બદલ જેન-ઝી વિદ્યાર્થીઓને સજા તો દૂર, ધમકાવી પણ ન શકાય; લોકશાહીમાં અસંમતિ બંધારણીય અધિકાર છે.
ગુજરાતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા
સોશિયલ મીડિયા પર સક્રિય ગુજરાત ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોના ફોલોઅર્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. સોશિયલ મીડિયા પર અચાનક લોકપ્રિયતા ઘટતાં સચિવાલયથી લઈને કમલમ સુધી ચર્ચા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
ગીર અભયારણ્યમાં ગેરકાયદે હોલિડે હોમ
સાસણ ગીર વન્યજીવ અભયારણ્યમાં શરતોનો ભંગ કરીને રેલવે સ્ટેશનના રિટાયરિંગ રૂમ્સને અધિકારીઓના 'હોલિડે હોમ'માં ફેરવી દેવાતા મોટો વિવાદ સર્જાયો છે. આ ગેરકાયદે નિર્માણને લઈ પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

