Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : News afternoon / Venezuela's oil reserves now under US control, part of Swaminarayan temple collapsed in Prayagraj

VIDEO: NEWS AFTERNOON / વેનેઝુએલાના ઓઈલ ભંડાર પર હવે અમેરિકાનો કંટ્રોલ, પ્રયાગરાજમાં સ્વામિનારાયણ મંદિરનો હિસ્સો ધરાશાયી

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વેનેઝુએલાના ઓઈલ ભંડાર પર હવે અમેરિકાનો કંટ્રોલ

App Store

અમેરિકાએ વેનેઝુએલા સાથે વિશ્વની સૌથી મોટી ઓઈલ ડીલ કરી લીધી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ઐતિહાસિક કરાર બાદ વેનેઝુએલાના આશરે 65 અબજ બેરલ ઓઈલ ભંડાર પર હવે અમેરિકાનું નિયંત્રણ રહેશે.

નેપાળ સરકારે વિદેશી મદદ અંગે કરી સ્પષ્ટતા

નેપાળમાં જળપ્રલયથી 580થી વધુ લોકોના મોત થયા છે અને 1900થી વધુ લોકો હજુ કાટમાળ નીચે ફસાયેલા છે. ભારે હોનારત વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે તેમણે કોઈ પણ મિત્ર દેશની મદદ લેવાનો ઈનકાર કર્યો નથી.

પ્રયાગરાજમાં સ્વામિનારાયણ મંદિરનો હિસ્સો ધરાશાયી

પ્રયાગરાજના જ્યોર્જ ટાઉન વિસ્તારમાં  સ્વામિનારાયણ મંદિરનો ત્રણ માળનો હિસ્સો અચાનક બાંધકામ માટે ખોદાયેલા ઊંડા ખાડામાં ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાને પગલે પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, જોકે સદનસીબે તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

SCO સમિટમાં PM મોદીનો રોડમેપ

બિશ્કેકમાં યોજાનારી 26મી SCO શિખર પરિષદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનો રોડમેપ જાહેર કર્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપતાં જણાવ્યું કે ક્ષેત્રના વિકાસ અને શાંતિ માટે આતંકવાદનો સંપૂર્ણ અંત જરૂરી છે.

રાજકોટમાં પિતા-પુત્ર પર હુમલો

રાજકોટના સંત કબીર રોડ પર ધંધાકીય હરીફાઈમાં પિતા-પુત્ર પર 9 જેટલા શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં દુષ્કાળનું સંકટ

દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધી માત્ર 6 ટકા જ વરસાદ નોંધાતા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. પાણીના સ્ત્રોત તળિયાઝાટક બનતા ઊભો પાક સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે ઘાસચારાની તંગી સર્જાઈ છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે.