VIDEO: NEWS AFTERNOON / ભોટેકોશી નદીમાં ફરી વધી રહ્યું છે પાણી, પ્રલયનું એલર્ટ! શાળાની હાલત જોવા પાણીની ટાંકી પર ચઢ્યા અભિજીત દીપકે
ભોટેકોશી નદીમાં ફરી વધી રહ્યું છે પાણી, પ્રલયનું એલર્ટ!
નેપાળમાં વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે, જેમાં અત્યાર સુધી 734 લોકોના મોત નીપજ્યા છે અને 2,400થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન હવામાન વિભાગે ભોટેકોશી નદીનું જળસ્તર વધતાં ફરી ભારે વરસાદ અને પ્રલયનું એલર્ટ જા હેર કર્યુ છે.
તાશકંદમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
ઉઝબેકિસ્તાનની મુલાકાતે પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીનું તાશકંદમાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોને બે દેશો વચ્ચેનો 'જીવંત સેતુ' ગણાવ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ વચ્ચે ભારતીય મહિલાઓએ પીએમ મોદીને રાખડી પણ બાંધી હતી.
શાળાની હાલત જોવા પાણીની ટાંકી પર ચઢ્યા અભિજીત દીપકે
મહારાષ્ટ્રમાં ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન અંતર્ગત CJP સંયોજક અભિજીત દીપકે સરકારી શાળાઓની કથળેલી વ્યવસ્થા સામે મોરચો માંડ્યો છે. હિંગોલીના ઔંધા વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓની સુવિધા ચકાસવા માટે તેઓ પોતે પાણીની ટાંકી પર ચઢી ગયા હતા, જેનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
દેશભરમાં મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગે દિલ્હી, યુપી અને બિહાર સહિત 16 રાજ્યોમાં 60 થી 70 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદીઓમાં પૂરના જોખમને પગલે ખેડૂતો સહિત તમામને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
સુરત નાસીર નગરમાં ડિમોલિશન વિવાદ
સુરતના નાસીર નગર ડિમોલિશન કેસમાં પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. માત્ર 412 ચોરસ મીટર જમીન ખરીદી હોવા છતાં ખાનગી જમીન પર બુલડોઝર ફેરવાયાનો દાવો કરી, તેમણે અધિકારીઓને ખુલ્લી માપણીનો પડકાર ફેંકતા હાઇકોર્ટમાંથી ન્યાય મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભાણવડમાં ગેરકાયદે બંદૂક સાથે શખ્સ ઝડપાયો
ભાણવડના ઘુમલી વાડી વિસ્તારમાંથી એસઓજી પોલીસે બાતમીના આધારે ટીંબડી ગામના અશોક ઉર્ફે શામળો સોલંકીને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પ્રાણીઓના શિકાર માટે રખાયેલ આ ગેરકાયદે હથિયાર કબજે કરી પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

