Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Former Kalol MLA alleges bogus voting, demands impartial investigation

VIDEO: બોગસ મતદાન થયું હોવાનો કલોલના પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ, તટસ્થ તપાસની કરી માંગ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાપાયે બોગસ મતદાન થયું હોવાનો મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે. તેમણે આ મામલે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો અને જિલ્લા કલેકટરને લેખિતમાં પણ રજૂઆત કરી છે.

App Store

તેમણે લખેલા પત્રમાં આક્ષેપ કર્યો કે, વર્ષોથી વિદેશ સ્થાયી થયેલા લોકો અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પણ મતદાન કરવામાં આવ્યું છે, જે લોકશાહી માટે ચિંતાનો વિષય છે. બપોર સુધી મતદાનની ગતિ અત્યંત ધીમી હોવા છતાં અંતિમ કલાકોમાં આંકડાઓમાં જે અચાનક ઉછાળો આવ્યો તેને પણ શંકાસ્પદ ગણાવી તટસ્થ તપાસની માંગ કરી છે.