Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Ashok Chaudhary appointed as Director in Sardar Patel Cooperative Dairy Federation

VIDEO: દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનમાં ડિરેક્ટર તરીકે નિમણૂક

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધસાગર ડેરીના ચેરમેન અને અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન અશોક ચૌધરીની હવે સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત SPCDF માં અશોક ચૌધરી ડિરેક્ટર તરીકે સેવા આપશે. આ નિમણૂક કેન્દ્રીય સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવી છે, જેનો કાર્યભાર કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સંભાળી રહ્યા છે. અશોક ચૌધરી હાલમાં અમુલ ફેડરેશન ના વાઈસ ચેરમેન તરીકે પણ કાર્યરત છે, જેના કારણે તેમના બહોળા અનુભવનો લાભ હવે રાષ્ટ્રીય સ્તરે મળશે. અમિત શાહના નેતૃત્વ હેઠળના સહકાર મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય 'સહકારથી સમૃદ્ધિ' છે. અશોક ચૌધરીની આ નિમણૂકથી ડેરી ઉદ્યોગ અને સહકારી માળખાને વધુ વેગ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

App Store