VIDEO: મહેસાણા જિલ્લામાં 17 સ્થળોએ યોજાશે મતગણતરી, રાજકીય નેતાઓમાં ઉત્તેજનાનો માહોલ
સોર્સ : gstv
મહેસાણા જિલ્લામાં 10 તાલુકા પંચાયત, 6 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને મનપા માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. જિલ્લામાં કુલ 17 અલગ-અલગ સ્થળોએ ગણતરીની પ્રક્રિયા યોજાશે, જેમાં મહેસાણા મનપા માટે અર્બન વિદ્યાલય ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
તમામ ઇવીએમ મશીનો હાલ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્રો પર અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થતાની સાથે જ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે, જેના કારણે રાજકીય પક્ષોમાં ઉત્તેજનાનો માહોલ છે.

