Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana: 5 BJP leaders suspended from party for 6 year

VIDEO: મહેસાણા ભાજપના 5 આગેવાન 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ લેવાયા પગલાં

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે મહેસાણા ભાજપે લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશ રાજગોરે શિસ્તભંગના પગલાં લેતા 5 આગેવાનોને પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

App Store

સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં પૂર્વ ઉપપ્રમુખ જગદીશ પટેલ (ખેરવા), APMC ઉનાવાના ડિરેક્ટર સુરેશ પટેલ, ખેરાલુ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિનેશ ચૌધરી અને પૂર્વ તાલુકા પ્રમુખ પરેશ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર કલ્પેશ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. આ આકરી કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે.