VIDEO: મહેસાણાના વાણી IVF સેન્ટરમાં 33 વર્ષીય મહિલાનું મોત.. એનેસ્થેસિયા આપ્યા બાદ ભાનમાં ન આવ્યાનો પરિવારજનોનો આક્ષેપ
સોર્સ : gstv
મહેસાણાના વાણી IVF સેન્ટરમાં સારવાર માટે આવેલી 33 વર્ષીય મહિલાનું મોત થતાં પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. મળતી માહિતી મુજબ, 10 સપ્ટેમ્બરે રમીલાબેન ચાવડા IVF સારવાર માટે સેન્ટર પર આવ્યા હતા. સારવાર દરમિયાન એનેસ્થેસિયા આપ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રમીલાબેનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો વાણી IVF સેન્ટર બહાર એકત્ર થયા હતા. પરિવારજનોએ IVF સેન્ટરના ડોક્ટરની બેદરકારીના કારણે રમીલાબેનનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે.

