Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : "Every family should have 3 children" Big statement by Vishwa Umiya Foundation President R. P. Patel

VIDEO: "દરેક પરિવારે 3 બાળકો પેદા કરવા જોઈએ" કડીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણાના કડીમાં આયોજિત ૪૨ કડવા પાટીદાર સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે એક સૂચક નિવેદન આપતા જણાવ્યું કે દરેક પરિવારે ત્રણ બાળકો પેદા કરવા જોઈએ, જેમાં એક સંતાન પરિવાર માટે, બીજું ધર્મ માટે અને ત્રીજું રાષ્ટ્ર માટે હોવું અનિવાર્ય છે. તેમણે માત્ર એક જ સંતાન ધરાવતા પરિવારોની સામાજિક સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો એકનો એક દીકરો વિદેશ જતો રહે તો પરિવારની હાલત કફોડી થાય છે. અમદાવાદમાં નિર્માણ પામી રહેલા ૫૦૪ ફૂટ ઊંચા જગત જનની ઉમિયા માતાના મંદિર દ્વારા પાટીદાર સમાજને સંગઠિત અને શક્તિશાળી બનવા તેમજ યુવાનોને રમતગમતની સાથે સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા તેમણે ખાસ ભાર મૂક્યો હતો.

App Store