VIDEO: મહેસાણામાં ત્રિપલ તલાક આપી પત્નીને તરછોડવી ભારે પડી, કોર્ટે આરોપી પતિને સંભળાવી એક વર્ષની કેદ
સોર્સ : gstv
મહેસાણામાં ત્રિપલ તલાકના કેસમાં જ્યુડિશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી પત્નીને તરછોડનાર પતિને એક વર્ષની કેદની સજા ફટકારી છે. જાન્યુઆરી ૨૦૨૪માં પત્ની રિઝવાનાબાનુને માર મારી, બે બાળકો સાથે તરછોડીને ત્રિપલ તલાક આપવાના મામલે મહેસાણા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદીના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને જેલની સજાની સાથે વિવિધ કલમો હેઠળ કુલ રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સજાનો આદેશ કર્યો છે. કાયદાકીય લડાઈમાં ન્યાય મળતા પીડિતાએ ખુશી વ્યક્ત કરી છે.

