VIDEO: મહેસાણામાં ઐતિહાસિક પરંપરા મુજબ ગાર્ડ ઓફ ઓનર સાથે જમણી સૂંઢના ગણપતિ દાદાની સ્થાપના
સોર્સ : gstv
મહેસાણામાં ગણેશ ચતુર્થી નિમિત્તે જમણી સૂંઢના ગણપતિ દાદાના મંદિરે ગણેશ મહોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે. મહંત શ્રી લાલદાસજીની વિશેષ નિશ્રામાં દાદાની મૂર્તિનું વિધિવત સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી ચાલી આવતી ભવ્ય અને ઐતિહાસિક પરંપરા મુજબ ભગવાન ગણેશજીને વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં મહેસાણા એકમાત્ર એવી અદ્ભુત જગ્યા છે જ્યાં ગણપતિ દાદાને આ પ્રકારે પોલીસ સલામી આપવામાં આવે છે. આ ભવ્ય અવસરે કલેક્ટર, એસપી, સાંસદ, ધારાસભ્ય અને મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા અગ્રણીઓએ ઉપસ્થિત રહીને દાદાની નગરયાત્રા પૂર્વે વિધિવત પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

