VIDEO: મહેસાણામાંથી સતત બીજા દિવસે ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા
સોર્સ : gstv
મહેસાણામાં સતત બીજા દિવસે પણ ડ્રગ્સ ઝડપાવાની મોટી ઘટના સામે આવી છે. એલસીબીએ નુગર સર્કલ અને શિવાલા સર્કલ વચ્ચેથી એક કારમાંથી રાજસ્થાનથી સુરત ડ્રગ્સ હેરાફેરી કરી રહેલા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ૫.૫૧ લાખની કિંમતનું ૧૮૩.૮૩ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથે ૨ લાખ રોકડા અને ૬ મોબાઈલ ફોન સહિત કુલ ૧૦.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. મહેસાણા એલસીબી દ્વારા પકડાયેલા પાંચ ડ્રગ્સ માફિયાઓ ઉપરાંત અન્ય એક આરોપી હાલ ફરાર છે, જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

