VIDEO: મહેસાણાનો ધરોઈ ડેમ ૧૧૦૦ કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતનું મોટું પ્રવાસન હબ બનશે
સોર્સ : gstv
મહેસાણાના સતલાસણામાંસાબરમતી નદી પર આવેલો ધરોઈ ડેમ હવે ઉત્તર ગુજરાતનું મોટું પ્રવાસન હબ બનવા જઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારને વિકસાવવા રૂ. ૧૧૦૦ કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પ્રથમ તબક્કાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. અહીં વોટર સ્પોર્ટ્સ, એડવેન્ચર એક્ટિવિટી, ગાર્ડન અને સી-પ્લેન ટર્મિનલ જેવી આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં જ રોજના ૧૫૦૦થી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. આ ભવ્ય વિકાસથી આગામી સમયમાં સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે.

