Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Fake PSI who called Navrangpura police saying 'I am speaking as PSI Rathod of Mehsana...' caught

Ahmedabad/ 'મહેસાણાનો PSI રાઠોડ બોલું છું...' કહી નવરંગપુરા પોલીસને ફોન કરનાર નકલી PSI ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે જેણે પોલીસ તંત્રને જ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની પત્નીને મેસેજ કરનાર વ્યક્તિને પાઠ ભણાવવા માટે આ શખ્સે નકલી PSI બનીને પોલીસની ગાડી મંગાવી હતી, પરંતુ તેની એક ભૂલ તેને જેલના સળિયા પાછળ લઈ ગઈ છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

આરોપી તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ (રહે. જમીન લે-વેચનો વ્યવસાય) એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. તેણે પોતાની ઓળખ "મહેસાણાના PSI રાઠોડ" તરીકે આપી હતી. ફોન પર તેણે જણાવ્યું કે, "મહેસાણાનો એક આરોપી અમદાવાદમાં છે, તેને પકડવા માટે તમારી ગાડી મોકલી આપો."

નવરંગપુરા પોલીસે તપાસ કરતા જણાયું કે જે એડ્રેસ આપવામાં આવ્યું છે તે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આથી, યુનિવર્સિટી પોલીસે આ "PSI રાઠોડ" નો સંપર્ક કરી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

શંકા પડતા જ ભાંડો ફૂટ્યો

યુનિવર્સિટી પોલીસને આ વ્યક્તિની વાતચીત અને વિગતો પર શંકા જતા તેમણે મહેસાણા પોલીસમાં તપાસ કરાવી હતી. તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી કે આખા મહેસાણા જિલ્લામાં "PSI રાઠોડ" નામનો કોઈ અધિકારી ફરજ બજાવતો જ નથી. પોલીસની સતર્કતાને કારણે તરુણ બ્રહ્મભટ્ટની અટકાયત કરવામાં આવી અને કડક પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો હતો.

શા માટે બન્યો નકલી પોલીસ?

આરોપી તરુણના જણાવ્યા મુજબ, બકુલ ભાઈ નામના એક વ્યક્તિએ તેની પત્નીને ફેસબુક પર બિભત્સ મેસેજ કર્યા હતા. આ વ્યક્તિને ડરાવવા અને પોલીસના હાથે પકડાવવા માટે તેણે પોતે PSI હોવાનું નાટક રચ્યું હતું.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી માત્ર 12 પાસ છે, પરંતુ તે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની વિરુદ્ધ પાટણ, ખોખરા અને મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેની સામે ખોટી ઓળખ આપવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.