VIDEO: શ્રાવણ મહિનામાં કતલખાના-નોન વેજની દુકાનો બંધ રાખવાની માગ
સોર્સ : gstv
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહેસાણા શહેરમાં તમામ કતલખાના, ઈંડાની લારીઓ તેમજ નોન-વેજ હોટેલો બંધ રાખવાની માંગ સાથે વિરાટ બજરંગ દળ દ્વારા આજે વિરોધ પ્રદર્શન સાથે મહત્વની રજૂઆત કરવામાં આવી છે. શ્રાવણ મહિનાની પવિત્રતા અને શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવના જળવાઈ રહે તે હેતુથી બજરંગ દળના હોદ્દેદારોએ મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તથા ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ ગંભીર મુદ્દાને ધ્યાને લઈને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શ્રાવણ માસ દરમિયાન સકારાત્મક વલણ દાખવીને વહેલી તકે યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ખાતરી આપવામાં આવી છે, જેથી શહેરમાં ધાર્મિક માહોલ જળવાઈ રહે..

