VIDEO: કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થતાં નાના વેપારીઓની હાલત કફોડી, ફરસાણના ભાવ વધવાની શક્યતા
સોર્સ : gstv
કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલો અસહ્ય વધારો હવે નાના વેપારીઓ માટે પડ્યા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યો છે. મહેસાણાના સ્થાનિક વેપારી નરેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર, 1,750માં મળતું સિલિન્ડર હવે 3,750એ પહોંચ્યું છે અને તેમાં વધુ 800 રૂપિયાના વધારાની આશંકાએ ફફડાટ ફેલાવ્યો છે. અત્યાર સુધી ભાવવધારો ખમ્યા બાદ, હવે વેપારીઓ આ બોજ ગ્રાહકો પર નાખવા મજબૂર બન્યા છે. આગામી દિવસોમાં ફાફડાના ભાવ 600થી વધીને 800 રૂપિયા, તેમજ જલેબી 300 રૂપિયાનો વધારો જોવા મળી શકે છે.

