VIDEO: મહેસાણામાં ભાજપ કાર્યકરની હત્યાના આરોપીઓ સાથે ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન, લોકોના ટોળેટોળા ઉમટ્યા
સોર્સ : gstv
મહેસાણાના વોર્ડ નંબર 4માં ભાજપ કાર્યકરની હત્યાના મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. તાવડીયા ચોકડી પાસે થયેલી આ હત્યાના સ્થળે આરોપીઓને ગુનાના રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે વિસનગર લિંક રોડ ઉપર આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.
કાળઝાળ ગરમી હોવા છતાં આરોપીઓને અડધો કિલોમીટર સુધી ઉઘાડા પગે ચલાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થળ પર હજારોની સંખ્યામાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકોમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ જોવા મળ્યો છે.

