Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : bull got trapped in the historic pond of Kadi

Mehsana: કડીના ઐતિહાસિક તળાવમાં આખલો ફસાયો, વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણાના કડીમાં આવેલા ઐતિહાસિક તળાવમાં આખલો વચોવચ ફસાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આખલો તળાવમાં ફસાતા શહેરમાં કુતૂહલ સર્જાયું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આખાલો તળાવમાંથી બહાર આવવા મથામણ કરી રહ્યો છે પરંતુ પાણીમાં રહેલી વેલમાં ફસાઈ જવાના કારણે તે હલી પણ શકતો નથી. આખલો તળાવમાં આખો ડુબી ગયો છે પરંતુ એ ફક્ત શ્વાસ લઈ શકે એટલું જ મોઢું બહાર છે. જંગલી વેલના કારણે આખલો તળાવની વચ્ચોવચ ફસાયો છે. ઘુમ્મટિયા વિસ્તારમાં 2 આખલાની લડાઈ થઈ હતી, દરમ્યાન તેમાંથી એક આખલો તળાવમાં પડ્યો હોવાની ચર્ચા છે. કડીનું આ ઐતિહાસિક કહેવાતુ તળાવ ગંદકીથી કેટલું ખદબદી રહ્યું છે તેનો પુરાવો પણ તમે આ વીડિયોમાં જોઈ શકો છો. તળાવમાં ફસાયેલા આ આખલાને બચાવવા માટે હવે જીવદયા પ્રેમીઓ અપીલ કરી રહ્યા છે.

App Store