Mehsana news: ખનીજ માફિયાઓ બન્યા બેફામ; દરોડો પાડવા આવેલી ટીમ કર્યો હુમલો, અધિકારીઓની સોનાની ચેન અને કેમેરા લૂંટ્યા

સોર્સ : GSTV
મહેસાણાના વિજાપુરના ધનપુરા ગામ સાબરમતી નદીના પટમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમ પણ ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. રોયલ્ટી ઈન્સ્પેકટર પ્રકાશ રાઠોડ અને તેની ટીમ બાતમીના આધારે નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન રોકવા માટે ગઈ હતી. જ્યાં રેતી ચોરી કરતા માફિયાઓએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મુખ્ય આરોપી દિલીપસિંહ અને ૨૫ થી ૩૦ શખ્સો ચાર ટોળા સાથે આવ્યો અને હુમલો કર્યો હતો. ખનન માફિયાઓએ અધિકારીઓની સોનાની ચેઈન, સરકારી બોડી વોર્ન કેમેરાની લૂંટ ચલાવી હતી અને પુરાવા નાશ કરવા માટે મોબાઈલ તોડી નાખ્યા હતા. ઈજાગ્રસ્ત અધિકારીઓ વિજાપુર હોસ્પિટલમાં સારવાર બાદ ઘરે મોકલવામાં આવ્યા છે.

