VIDEO: મહેસાણામાં કૃત્રિમ કુંડ તૈયાર, 3500થી વધુ મૂર્તિઓનું વિસર્જન
મહેસાણા કોર્પોરેશન વિસ્તારમાં ગણેશોત્સવ અંતર્ગત વિસર્જન દરમિયાન નદી કે તળાવમાં થતી અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા એક ખાસ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે તે રીતે ભક્તિમય વાતાવરણમાં ગણપતિજીનું વિસર્જન કરાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 3500 ઉપરાંત થી વધુ મૂર્તિઓનું વિસર્જન સફળતાપૂર્વક કરાયું છે. કોર્પોરેશન દ્વારા વિસર્જન વખતે અર્પણ કરાતા ફૂલ અને અન્ય પૂજા સામગ્રીને અલગથી એકત્રિત કરીને સ્વચ્છતા અને સેનિટેશન જાળવવાની પૂરતી તકેદારી રખાઈ રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગનો સ્ટાફ ૨૪ કલાક ખડેપગે તૈનાત છે, જ્યારે એકત્રિત થતી સામગ્રીમાંથી ધૂપ-અગરબત્તી બનાવવા જેવા વિકલ્પો પર પણ વિચારણા ચાલી રહી છે.આ વિસર્જન માટે ખાસ રેમ્પ જે મૂર્તિ ને મૂક્યા બાદ તોડ્યા વિના વિસર્જન કરે છે તો બીજી ક્રેન મૂકવા માં આવી છે જ્યારે ખાસ ફુવારા અને સાઉન્ડ સિસ્ટમ થકી લોકો ખાસ અહીં વિસર્જન માટે આવે છે

