VIDEO: મહેસાણાના ગણપતિ મંદિરના ગર્ભગૃહમાં AC લગાવાયું, ભગવાનને ગરમીમાંથી રાહત આપવા ભક્તોએ કરી વ્યવસ્થા
સોર્સ : gstv
રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે મહેસાણાના રાજમહેલ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ગણપતિ મંદિરે અનોખી વ્યવસ્થા કરી છે. ભગવાન ગણેશને ગરમીથી રાહત મળે તે માટે ગર્ભગૃહમાં એર કંડિશનર લગાવવામાં આવ્યું છે. સવારથી જ એસી ચાલુ રાખવામાં આવે છે અને માત્ર આરતી તથા ભોગ સમયે જ થોડા સમય માટે બંધ કરવામાં આવે છે.
ભગવાનને દૂધ, શીતળ પીણાં અને ફળોનો ભોગ ધરાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભક્તોને પણ ગરમીમાં રાહત મળે તે માટે મંદિર પરિસરમાં સાત મોટા પંખા અને જમ્બો કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

