Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mehsana / Teachers' Union submits petition to Collector's office

VIDEO: મહેસાણા / શિક્ષક સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પડતર માંગણીઓ રજૂ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણામાં જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી છે. શિક્ષકોએ વસ્તી ગણતરી અને ડ્રોપઆઉટ સર્વે જેવી કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. સંઘનો આક્ષેપ છે કે ઊંચા પગાર ગ્રેડ અને લાયકાત ધરાવતા માધ્યમિક શિક્ષકોને ‘ગણતરીદાર’ તરીકે ફરજ સોંપાઈ છે, જ્યારે નીચા ગ્રેડના કર્મચારીઓને ‘સુપરવાઈઝર’ બનાવાયા છે. ઉપરાંત 31 મેના રોજ નિવૃત્ત થનારા શિક્ષકોને ગરમીમાં કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરી છે. શિક્ષકોએ જણાવ્યું કે તેઓ રાષ્ટ્રીય કામગીરી માટે તૈયાર છે, પરંતુ વહીવટી વિસંગતતાઓ દૂર થવી જોઈએ.

App Store