VIDEO : મહેસાણામાં પશુઓને અપાતી હતી એક્સપાયર દવાઓ? સરકારી પશુ કેન્દ્રમાં શંકાસ્પદ દવાઓ મળતા પોલીસ દોડી
સોર્સ : gstv
મહેસાણાના હૈદરી ચોક વિસ્તારમાં આવેલા પશુ આરોગ્ય કેન્દ્રમાં શંકાસ્પદ અને એક્સપાયરી ડેટવાળી દવાઓનો મોટો જથ્થો ઝડપાતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક જીવદયા પ્રેમીઓએ આ દવાઓનો પર્દાફાશ કરતા સ્થળ પર ડોક્ટરો અને જીવદયા પ્રેમીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. અગાઉ પણ આ જ કેન્દ્રમાંથી શંકાસ્પદ દવાઓ મળી આવી હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન થતાં રોષ વધ્યો છે. જીવદયા પ્રેમીઓએ પશુઓના આરોગ્ય સાથે ચેડાંના આક્ષેપ કર્યા છે. મામલાની જાણ મહેસાણા એ-ડિવિઝન પોલીસને કરવામાં આવી છે અને કાયદેસરની તપાસની માંગ ઉઠી છે.

