Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : A massive fire broke out in a farm in Kalyanpura due to a short circuit in an electricity line

VIDEO : કડીના કલ્યાણપુરામાં વીજ લાઈનમાં શોર્ટ સર્કિટથી ખેતરમાં ભીષણ આગ, ડાંગરનો તૈયાર પાક બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કલ્યાણપુરા ગામની સીમમાં  બંધ પડેલી રામદેવ ઓઇલ મીલ પાસેથી પસાર થતી વીજ લાઈનમાં   શોર્ટ સર્કિટ થતા તેના તણખલાં સૂકી વાડમાં પડ્યા હતા, જેને પગલે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં ખેતરમાં તૈયાર થયેલો ઉનાળુ ડાંગરનો ઊભો પાક બળીને ખાખ થઈ ગયો છે. મહેનતનો પાક નાશ પામતા ખેડૂતની હાલત પડ્યા પર પાટું જેવી કફોડી બની છે. ઘટનાની જાણ થતા જ કડી નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

App Store