VIDEO: વડનગરમાં શ્રાવણ ઉત્સવ અંતર્ગત ૧૦૮ કલાકારોની ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ
સોર્સ : gstv
ઐતિહાસિક નગરી વડનગરમાં શ્રાવણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ યાત્રામાં ૧૦૮ કલાકારોએ એકસાથે ડમરુ વાદન કર્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ વિશેષ ઉપસ્થિત રહી ધાંસકોળ દરવાજાથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ૧૦૮ કલાકારોના ડમરુના નાદથી સમગ્ર વડનગર શિવભક્તિના રંગે રંગાઈ ગયું હતું. પદયાત્રા ભુવનેશ્વરી મંદિર, મોઢવાડા, મસીયા મહાદેવ અને મહાકાળી મંદિર સહિતના પવિત્ર સ્થળો પરથી પસાર થઈ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી.

