VIDEO: ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ
સોર્સ : gstv
મહેસાણાના વિસનગર APMC ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખાતરોથી જમીન બંજર થાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ એકરે ૨૦ હજારથી ઘટીને માત્ર ૨ હજાર થાય છે અને પાણીની પણ ૫૦ ટકા બચત થાય છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ ખેડૂતોને થોડી જમીનથી પ્રાકૃતિક ખેતી શરૂ કરવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે પ્રાકૃતિક ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહે તે માટે તમામ તાલુકા અને જિલ્લા મથકોએ ખાસ વેચાણ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે.

