VIDEO: અવિરત વરસાદથી અનેક ખેતરો ધોવાયા, ખેડૂતોને વ્યાપક નુકસાન
સોર્સ : gstv
અમરેલી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. અમરેલી-સાવરકુંડલા માર્ગ પરના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લાપાળીયા અને ગોખરવાળા નજીક ખેતીની જમીનો ધોવાઈ જતાં પાકને ભારે નુકસાનની આશંકા છે. સતત વરસાદના કારણે ખેતરો જાણે સરોવર બની ગયા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ખેડૂતો હવે પાક બચાવવા સાથે તંત્ર પાસેથી યોગ્ય સહાયની આશા રાખી રહ્યા છે.

