Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : VIDEO: Natural water sources in the ocean have dried up, 44 artificial ponds have been prepared for wildlife

VIDEO: મહીસાગરમાં સુકાઈ ગયા કુદરતી જળ સ્ત્રોતો, વન્યપ્રાણીઓ માટે તૈયાર કરાયા 44 જેટલા કૃત્રિમ જળકુંડ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લામાં હાલ આકરી ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ જતાં વન વિભાગ દ્વારા વન્યજીવોના રક્ષણ માટે પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના 61,687 હેક્ટરમાં ફેલાયેલી વિશાળ વનરાજીમાં વન્યપ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસાહત તરફ ન ફંટાય તે માટે ઊંડાણવાળા અને દુર્ગમ વિસ્તારોમાં કુલ 44 જેટલા કૃત્રિમ જળકુંડ કાર્યરત કરવામાં આવ્યા છે. આ જળકુંડોમાં ટેન્કર મારફતે નિયમિત પાણી ભરીને અબોલ જીવો માટે પીવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ કુંડમાં કડી ચૂનાનો ઉપયોગ કરાયો છે, જેનાથી પાણી લાંબા સમય સુધી શીતળ રહે છે અને પ્રાણીઓને જરૂરી કેલ્શિયમ પણ મળી રહે છે.

App Store