Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Polluted red water samples taken at Jamiyatpura dumping site in Balasinore

VIDEO : યુવા કોંગ્રેસના વિરોધ બાદ તંત્ર જાગ્યું! મહીસાગરમાં ડમ્પિંગ સાઈડના પ્રદૂષિત પાણીના સેમ્પલ લેવાયા

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી જમિયતપુરા ડમ્પિંગ સાઈડ ખાતે પ્રદૂષિત લાલ પાણીની ગંભીર સમસ્યા મામલે તંત્ર જાગ્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની ગાંધીનગરની ટીમે સ્થળ પર પહોંચી પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. મહીસાગર જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ સાહિલ પરમાર દ્વારા અગાઉ આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી હતી. ડમ્પિંગ સાઈડની આસપાસના ખેતરો અને કૂવાઓમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી આવતા પર્યાવરણ અને ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે. સેમ્પલ લેવાની પ્રક્રિયા બાદ યુવા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું છે કે, જીપીસીબી આ બાબતે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર ઝડપી અને પારદર્શક કાર્યવાહી કરે. પ્રદૂષિત પાણીના આ પુરાવા બાદ હવે જવાબદારો સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

App Store