Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : VIDEO: A 17-year-old minor who went to graze buffaloes in the flooded area of ​​Panam Dam in Mahisagar district died

VIDEO: મહીસાગર જિલ્લાના પાનમ ડેમના ડુબાણ વિસ્તારમાં ભેંસ ચરાવવા ગયેલા 17 વર્ષીય સગીરનું મોત

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લાના પાનમ ડેમના ડુબાણ વિસ્તારમાં ભેંસ ચરાવવા ગયેલા 17 વર્ષીય સગીર યુવકનું દુઃખદ મોત થયું છે. ગુગલીયા ગામનો રાજુ ડામોર પાનમ ડેમ પાછળ ભેંસ ચરાવતા સમયે ન્હાવા માટે પાણીમાં પડ્યો હતો, જ્યાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક લુણાવાડા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી અને યુવકની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કોઠંબા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઈને ગામમાં શોકનો માહોલ છવાયો છે.

App Store