VIDEO: મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોર ટોળકીનો આતંક, રિક્ષા અને મુદ્દામાલ ઝડપાયો
સોર્સ : gstv
મહીસાગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ચોર ટોળકીનો આતંક જોવા મળી રહ્યો છે. લુણાવાડા અને કોઠંબા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસ અગાઉ લુણાવાડાની પુષ્પમ વિલા સોસાયટી અને ખારોલ ગામમાં ચારથી વધુ બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. ત્યારે હવે ઉંદરા ગામે છેલ્લા ત્રણ દિવસથી રિક્ષાચાલક ચોર ટોળકીનો આતંક હોવાની ફરિયાદો ઉઠી છે. મોડી રાત્રે ગામની સીમમાં ગ્રામજનોએ ચોરીના સામાન સાથે રિક્ષા ઝડપી હતી. રિક્ષામાંથી બોર મોટર સહિત તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. જોકે, અંધારાનો લાભ લઈ ચોર ટોળકી રિક્ષા મૂકીને ફરાર થઈ ગઈ હતી. અગાઉ પણ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને સમગ્ર મામલે કડક તપાસની માંગ કરી છે.

