VIDEO: મહીસાગરના માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જોસનાબેન સોલંકીને નાણાકીય અનિયમિતતા બદલ સત્તા પરથી દૂર કરાયા
સોર્સ : gstv
મહીસાગર જિલ્લાની માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના આક્ષેપો સાબિત થતાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ હેઠળ સરપંચ જોસનાબેન સોલંકીને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સરપંચ દ્વારા બિનઅધિકૃત રીતે ખાતું ખોલાવી વહીવટી મંજૂરી વિના 2,90,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું તથા ગ્રામજનો દ્વારા સ્વખર્ચે કરાવેલા મુખ્ય રસ્તાના કામનો પંચાયત ચોપડે 60 હજારનો ખર્ચ દર્શાવી સરકારી નાણાં ઉચાપત કર્યાનું બહાર આવ્યું હતું, જેને લઈને આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

