Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Mahisagar police seize luxury car with large quantity of drugs from Sarasan village

VIDEO : Mahisagar SOGની મોટી કાર્યવાહી: સરસણ ગામેથી નશીલા પદાર્થો ભરેલી કાર સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહીસાગર જિલ્લા એસઓજી પોલીસે સંતરામપુરના સરસણ ગામેથી નશાના મોટા જથ્થા સાથે લક્ઝરી કાર ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન તરફથી માદક પદાર્થોની હેરાફેરીની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી હતી, જે દરમિયાન એક સફેદ ટાટા હેરિયર કારના ચાલકે ગાડી ભગાડી હતી. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. કારની તપાસ કરતા તેમાંથી અંદાજે 37 લાખની કિંમતના ૨૪૮ કિલો પોષડોડા અને સાત જેટલી ડુપ્લીકેટ નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મોંઘીદાટ ગાડીઓનો ઉપયોગ કરી નશાની તસ્કરી કરવાનું નેટવર્ક કાર્યરત છે. હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store