Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Mahisagar News: Two people suspected of committing suicide by jumping off a bridge, search underway

Mahisagar News: બ્રિજ ઉપરથી કૂદીને બે વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું હોવાની આશંકા, શોધખોળ ચાલુ

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Mahisagar News: બ્રિજ ઉપરથી કૂદીને બે વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું હોવાની આશંકા, શોધખોળ ચાલુ
સોર્સ : GSTV

મહીસાગર જિલ્લાના હાડોડ બ્રિજ ઉપરથી બે વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાડોડ બ્રિજ પરથી એક યુવક અને એક સગીરાએ કૂદીને મોતને વ્હાલું કર્યું હોવાની આશંકા છે.

App Store

વીરપુર તાલુકાના એક યુવક અને એક સગીરા બાઈક મૂકી હાડોડ બ્રિજ પરથી નદીમાં કૂદકો મારી હોવાનું સામે આવ્યું છે. આ આશંકાને લઈ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતુ. સ્થાનિક ગ્રામજનો અને પોલીસ દ્વારા યુવક અને સગીરાની શોધખોળ હાથ ધરાઈ હતી. 

લુણાવાડા ફાયર વિભાગની ટીમ અને વહીવટી તંત્ર દ્વારા મહીસાગર નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાઈક તેમજ ચપ્પલ સહિત મોબાઈલ ત્યાં બ્રિજ પર મૂકી આ યુવક અને સગીરા કૂદ્યા હોવાની આશંકા છે. તેમના સામાનમાંથી એક પત્ર પણ મળી આવ્યો છે. આને લઈ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હોડી અને સ્થાનિક તરવૈયાની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. યુવક અને સગીરાને શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તેઓ ડૂબ્યા હોવાની શંકાને લઇ સ્થાનિક ટોળાઓ પણ નદીએ જોવા પહોંચ્યા હતા.