VIDEO : કારમાં સવાર પાંચ મિત્રો ઓવરસ્પીડમાં કરતા હતા મસ્તી, મહીસાગરમાં ભયાનક કાર અકસ્માતનો સામે આવ્યો લાઈવ વીડિયો
મહીસાગર જિલ્લાના કડાણાથી સંતરામપુર માર્ગ પર થોડા દિવસો અગાઉ સર્જાયેલા એક ભયાનક કાર અકસ્માતનો કાળજું કંપાવી દેતો લાઈવ વીડિયો સામે આવ્યો છે, જે તમામ વાહનચાલકો માટે એક મોટો ચેતવણીરૂપ પાઠ છે. કારમાં સવાર પાંચ મિત્રો ઓવરસ્પીડમાં મસ્તી કરી રહ્યા હતા ત્યારે જ એક યુવકે જોખમનો અહેસાસ થતાં ગાડી ધીમી કરવા કહ્યું અને ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા યુવકે તાત્કાલિક પોતાનો સીટબેલ્ટ બાંધી લીધો હતો. આ સીટબેલ્ટ લગાવ્યાની ગણતરીની સેકન્ડોમાં જ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં સીટબેલ્ટ બાંધેલા યુવકની એરબેગ સમયસર ખુલી જતાં તેનો જીવ આબાદ બચી ગયો હતો જ્યારે અન્ય બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ટ્રાફિક પોલીસની સીટબેલ્ટ બાંધવાની અપીલને સાર્થક કરતો આ કિસ્સો સાબિત કરે છે કે મુસાફરી દરમિયાન યોગ્ય સમયે લીધેલો સાવચેતીનો નિર્ણય તમને મોતના મુખમાંથી પણ બચાવી શકે છે.

