Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : VIDEO: 6 people injured in accident near Sangani village on Ahmedabad-Rajkot highway

VIDEO: અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાંગાણી ગામ નજીક અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ-રાજકોટ હાઇવે પર સાંગાણી ગામ નજીક ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે છેલ્લા 5 દિવસમાં એક જ સ્થળે થયેલા 3 અકસ્માતોમાં કુલ 5 લોકોના મોત થયા છે. સ્થાનિકોમાં અકસ્માતો અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે.

App Store
ટોપિક્સ:gstv newsgujarat state