Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Farmers worried due to severe shortage of diesel in Virpur district

VIDEO: વીરપુર પંથકમાં ડીઝલની ભારે અછતને કારણે ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચોમાસાની સીઝન અને વાવણીનો સમય એકદમ નજીક હોવા છતાં, વીરપુર પંથકના ખેડૂતો ડીઝલની ભારે અછતને કારણે ચિંતાના ગંભીર સંકટમાં મુકાયા છે. હાલ ખેતરો તૈયાર કરવા માટે રાપ મારવી અને રોટાવેટર ફેરવવી જેવી અગત્યની કામગીરી કરવાનો મુખ્ય સમય છે, પરંતુ ઇંધણના અભાવે ટ્રેક્ટરો ખેતરોમાં જ થંભી ગયા છે.

App Store

પંપ સંચાલકો વાહન લઈને જ ડીઝલ આપવાનો આગ્રહ રાખે છે, પરંતુ ખેડૂતોનો વેધક સવાલ છે કે જો ટ્રેક્ટરમાં ડીઝલ જ ન હોય તો પંપ સુધી પહોંચવું કેવી રીતે? જો સમયસર ખેતરો તૈયાર નહીં થાય તો વાવણી નિષ્ફળ જશે અને પાકના ઉત્પાદનને મોટું નુકસાન થશે. એક તરફ સરકાર આધુનિક ખેતીની ગુલબાંગો પોકારે છે ત્યારે બીજી તરફ પાયાનું ઇંધણ પણ ન મળતા જગતનો તાત રોષે ભરાયો છે અને ખેતી માટે તાત્કાલિક ધોરણે ડીઝલની વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ ગુહારી લગાવી રહ્યો છે.