VIDEO: મહીસાગર જિલ્લામાં ભારે વરસાદથી લુણાવાડાના સુવા ગામે બે કાચા મકાનો ધરાશાઈ
સોર્સ : gstv
મહીસાગરના લુણાવાડા તાલુકાના સુવા ગામના નાયક ફળિયામાં ભારે વરસાદમાં કાચા મકાનો અચાનક ધરાશાઈ થઈ ગયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બંને પરિવારના આશૅરા છીનવાઈ જવાથી તેઓ ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ દુર્ઘટનાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. અસરગ્રસ્ત પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરવામાં આવે અને આ પીડિત પરિવારોને વહેલી તકે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

