VIDEO: ગાંધીધામમાં 40 ટકા જેટલું ઓછું મતદાન, મતદારોમાં નીરસતાને પગલે રાજકીય નેતાઓમાં ચિંતા
સોર્સ : gstv
કચ્છમાં પ્રથમ વાર યોજાયેલી ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ માટે કપરી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં સ્થાનિક ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિતના દિગ્ગજો મતદારોને મથક સુધી લાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું જણાયું હતું. આકરી ગરમીના પ્રકોપને કારણે મોટાભાગના મતદાન મથકો પર માત્ર એકલ-દોકલ મતદારો જ મતદાન માટે પહોંચ્યા હતા.
સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 40 ટકા જેટલું ઓછું મતદાન નોંધાતા ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિત ભાજપના નેતાઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. ગરમીની અસર અને મતદારોની નીરસતાને પરિણામે ઘટેલી મતદાનની ટકાવારી હવે આગામી પરિણામો પર કેવો પ્રભાવ પાડશે તે જોવું રહ્યું.

