VIDEO: નલિયામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત, ખેતીના સાધનો થંભી જતાં ખેડૂતો મુશ્કેલીમાં
સોર્સ : gstv
કચ્છના નલિયામાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાતા વાહન ચાલકો અને ખેડુતો પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. સૌથી વધુ અસર ખેતી ક્ષેત્રે જોવા મળી રહી છે. ડીઝલના અભાવે ટ્રેક્ટર અને ખેતીના સાધનો થંભી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે પૂરતો ઇંધણ જથ્થો ફાળવી આ હાલાકીનો અંત લાવે.

