VIDEO:કચ્છ અને સુરેન્દ્રનગરથી દ્વારકા સુધી યોજાશે બે મોટી પદયાત્રા
સોર્સ : GSTV
ગુજરાતમાં 'કિસાન અધિકાર યાત્રા-૨' અંતર્ગત હવે પગપાળા પ્રારંભ થશે. ભાજપ સરકાર પર ખેડૂતોને લૂંટવાનો આરોપ લગાવતા જણાવાયું છે કે, રાજ્યમાં ૧૩૩ ગિગાવોટ વીજળી માટે ૧૦૦થી વધુ નવી લાઈનો નીકળશે. આ યોજનામાં અંદાજે ૧.૫૦ લાખ થાંભલા નંખાશે, જેનાથી અનેક ગામડાઓ પ્રભાવિત થશે. કોંગ્રેસે અગાઉ મનમોહન સરકારના સમયમાં ખેડૂતોનું દેવું માફ કર્યું હોવાનો ઉલ્લેખ કરી ન્યાય માટે લડત તેજ કરાઈ છે. આ લડતના ભાગરૂપે ૨૬ જૂનથી કચ્છના વ્રજવાણીથી દ્વારકા સુધીની ૪૦૦ કિમી અને સુરેન્દ્રનગરથી દ્વારકા સુધીની ૧૫૦ કિમીની બે વિશાળ પદયાત્રાઓ શરૂ થશે. ખેડૂતોને યોગ્ય ન્યાય અને જમીનનો વૈકલ્પિક અધિકાર ન મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

